આજે જૂનાગઢ મહાપાલિકા તથા 26 પાલિકાની ચૂંટણીઃ 1848 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો

– નગરપાલિકાઓમાં વહિવટદારના શાસનનો અંતઃ જનપ્રતિનિધિઓની થશે વરણી

– જૂનાગઢ મનપાની બાવન બેઠકો માટે 157 ઉમેદવારો જ્યારે 26 પાલિકાની 653 બેઠકો માટે ભાજપના 616, કોંગ્રેસના 555, આપના 265, એઆઈએમઆઈએમના 62 તથા અન્ય 193 મળી કુલ 1691 ઉમેદવારો

રાજકોટ : સૌરાષ્ટ્રના ૮ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પૈકી જૂનાગઢ મહાનગરપાલિકા તથા ૨૬ નગરપાલિકાની ચૂંટણી તા. ૧૬ને રવિવારે યોજાશે. કુલ ૧૮૪૮ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થશે. જૂનાગઢ મનપાની ૬૦ બેઠકો પૈકી ૮ બેઠક ભાજપને બિનહરિફ મળતા હવે બાવન બેઠક માટે ૧૫૭ ઉમેદવારો મેદાનમાં છે.