રાપરમાં 500 ની નોટ આપી ભાજપ મત ખરીદવા નીકળ્યો

– પક્ષપલ્ટા પછી લોકશાહી ઉપર વધુ એક કલંક 

– ભાજપના ખેંસ પહેરી પૂર્વ સુધરાઈ સભ્ય રૂ.પાંચસોની નોટના બદલામાં મત માંગતા હોવાનો વિડીયો વાયરલ

રાજકોટ : સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યેન કેન પ્રકારેણ સત્તા મેળવવાની ભુખમાં અંધ થઈને તમામ નીતિ-નિયમો, આદર્શોની ધજ્જીયા ઉડાડાઈ રહી છે. જુનાગઢ, જેતપુર સહિતના સ્થળે પક્ષપલ્ટા કરાવીને લોકોને મતાધિકારથી વંચિત કર્યા બાદ કચ્છના રાપરમાં ભાજપના કાર્યકરો રૂ।.પાંચસો-પાંચસોની નોટના થપ્પા લઈને એક એક નોટના બદલામાં કમળ માટે મત માંગતા  હોવાનો વિડીયો વાયરલ થતા ચકચાર જાગી છે.