મહિલાઓના વાયરલ વીડિયો મામલે બે શકમંદોના નામ પોલીસને મળ્યા


ગુજરાત અને બીજા રાજયોની મેટરનીટી હોમમાં સારવાર અને તપાસ અંગે 

રાજકોટની પાયલ મેટરનીટી હોમના તબીબો અને સંબંધીત સ્ટાફના અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસની ટીમે નિવેદનો લીધા 

રાજકોટ: ગુજરાત અને બીજા રાજયોમાં આવેલી મેટરનીટી હોસ્પિટલોમાં મહિલાઓની સારવાર અને તપાસના વીડિયો યુ-ટયુબ અને ટેલીગ્રામ ચેનલ ઉપર અપલોડ કરવાના ચોંકાવનારા બનાવમાં અમુક વીડિયો રાજકોટના રૈયા સર્કલ પાસે આવેલી પાયલ મેટરનીટી હોમના હોવાનો ખુલાસો થયા બાદ અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કર્યો છે. તપાસ માટે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસની ટીમે રાજકોટમાં ધામા નાખી સ્થાનિક સાયબર ક્રાઈમ પોલીસની ટીમ સાથે મળી તપાસનો દોર જારી રાખ્યો છે. જે દરમિયાન બે શકમંદોના નામ પણ મળી જતાં તેમને ઝડપી લેવા પ્રયાસો શરૂ કર્યા છે.