વેલેન્ટાઈન ડેના દિવસે રાજકોટમાં ધો.9ની વિદ્યાર્થિની પર 11માં ધોરણના વિદ્યાર્થીએ કારમાં દુષ્કર્મ આચર્યું


Rajkot Crime News: રાજકોટમાં વેલેન્ટાઈન ડે (14મી ફેબ્રુઆરી)ના દિવસે ધોરણ 11માં ભણતા છાત્રએ ધોરણ 9માં ભણતી તરૂણીનું કારમાં અપહરણ કરી તેના ઉપર દુષ્કર્મ આચર્યાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. જે અંગે ગાંધીગ્રામ પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો દાખલ કરી બે સગીર આરોપીની ધરપકડ કરી હતી.

જાણો શું છે સમગ્ર મામલો

વાલીઓ માટે લાલબત્તીરૂપ અને ચિંતા જગાવનાર આ ઘટનાની વિગત એવી છે કે ભોગ બનનાર તરૂણી કે જેની ઉંમર 15 વર્ષ આસપાસ છે. તે ધોરણ 9માં અભ્યાસ કરે છે.