Rajkot News | રાજકોટમાં વેલેન્ટાઇન ડેના દિવસે ધો. 9ની છાત્રા ઉપર ધો. 11ના છાત્રએ કારમાં દુષ્કર્મ ગુજાર્યાની વાલી જગત માટે લાલબત્તીરૂપ ઘટનામાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે ભોગ બનનાર છાત્રા ઉપર તેના સાવકા પિતાએ પણ દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહીં સાવકા પિતાના મિત્રએ બિભત્સ માગણી કરી હતી. ભોગ બનનાર છાત્રાની માતાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે પુત્રીને ચૂપ રહેવાની ધમકી આપી હતી. આ ઘટસ્ફોટ બાદ ગાંધીગ્રામ પોલીસે ભોગ બનનાર છાત્રાની ફરિયાદ પરથી તેના સાવકા પિતા, તેના મિત્ર અને માતા સામે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
રાજકોટમાં ચાલતી કારમાં દુષ્કર્મ બાદ ધો.9ની વિદ્યાર્થીનીને સાવકા પિતાએ પણ હવસનો શિકાર બનાવી
