રાજકોટમાં ગેંગ વોર, યુવાન ઉપર ફાયરિંગ : ત્રણ આરોપી સકંજામાં

– કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે વધુ એક વખત સવાલો ઉઠાવતી ઘટના

– મકરસંક્રાંતિએ યુવતીના પ્રશ્ને થયેલી માથાકૂટમાં જંગલેશ્વરની ગેંગે પેંડા ગેંગના સભ્યને પગમાં ગોળી ધરબી દીધી

રાજકોટ : રાજકોટમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગયાનો અહેસાસ કરાવતી વધુ એક ઘટના બની છે. ગેંગવોરની આ ઘટનામાં પેંડા ગેંગના સભ્ય ઉપર આજે વહેલી સવારે પુનિતનગર મેઇન રોડ પર કારમાં આવેલા ચાર શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના અંગે તાલુકા પોલીસે આર્મ્સ એક્ટ અને ખૂનની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. એક આરોપીની પોલીસે અટકાયત કર્યા બાદ બીજા બે શકમંદ આરોપીઓને પણ સકંજામાં લીધા હતાં.