– જોડીયા તાલુકાના બાલંભા ગામ પાસે ગોજારો અકસ્માત
– પાટણના સાંતલપુર તાલુકાના બકુત્રા ગામની 12 મહિલાઓ પગપાળા યાત્રાધામ દ્વારકા જતી હતી, ચાર મહિલાનો બચાવ, ટ્રકચાલક ફરાર
જામનગર : જોડિયા તાલુકાના બાલંભા ગામના પાટીયા પાસે એક કાળમુખા ટ્રકના ચાલકે પદયાત્રા કરીને દ્વારકા દર્શનાર્થે જઈ રહેલી પાટણના સાંતલપુર તાલુકાના બકુત્રા ગામની ૧૨ મહિલાઓ પૈકીની આઠ મહિલાને કચડી નાખતાં ત્રણેયના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે અન્ય પાંચ પદયાત્રી મહિલાઓ ઘાયલ થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. સદનશીબે ચાર મહિલાઓનો બચાવ થયો હતો. જેના પગલે અરેરાટી પ્રસરી જવા પામી છે.