રાજકોટમાં ચાલતી કારમાં દુષ્કર્મ બાદ ધો.9ની વિદ્યાર્થીનીને સાવકા પિતાએ પણ હવસનો શિકાર બનાવી

Rajkot News | રાજકોટમાં વેલેન્ટાઇન ડેના દિવસે ધો. 9ની છાત્રા ઉપર ધો. 11ના છાત્રએ કારમાં દુષ્કર્મ ગુજાર્યાની વાલી જગત માટે લાલબત્તીરૂપ ઘટનામાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે ભોગ બનનાર છાત્રા ઉપર તેના સાવકા પિતાએ પણ દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહીં સાવકા પિતાના મિત્રએ બિભત્સ માગણી કરી હતી. ભોગ […]

મહિલાઓના વાયરલ વીડિયો મામલે બે શકમંદોના નામ પોલીસને મળ્યા

ગુજરાત અને બીજા રાજયોની મેટરનીટી હોમમાં સારવાર અને તપાસ અંગે  રાજકોટની પાયલ મેટરનીટી હોમના તબીબો અને સંબંધીત સ્ટાફના અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસની ટીમે નિવેદનો લીધા  રાજકોટ: ગુજરાત અને બીજા રાજયોમાં આવેલી મેટરનીટી હોસ્પિટલોમાં મહિલાઓની સારવાર અને તપાસના વીડિયો યુ-ટયુબ અને ટેલીગ્રામ ચેનલ ઉપર અપલોડ કરવાના ચોંકાવનારા બનાવમાં અમુક વીડિયો રાજકોટના […]

એસ.બી.આઈ.એ ફિક્સ પ્રિમિયમમાં હેલ્થ પોલિસી વેચી ભાવ ચાલાકીથી બમણાં કર્યા

ફિક્સ પ્રિમિયમથી આકર્ષાઈને પોલિસી લેનારાને છેતરાયાનો અહેસાસ આરોગ્ય પ્લસ નામે જૂની પોલિસી ઓક્ટો-૨૪માં બંધ કરી, હવે રિન્યુ કરતા ગ્રાહકો પાસે ૧૦,૫૦૦ને બદલે ૧૯,૯૯૯ની માગણી રાજકોટ: દેશની અગ્રીમ સરકારી બેન્ક અને તગડો નફો કરતી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની ૨૦૧૦માં શરુ થયેલી એસબીઆઈ જનરલ ઈન્સ્યુરન્સ કંપનીએ બેન્કના ગ્રાહકોમાં અગાઉ આજીવન માટે ફિક્સ […]

પતિ અને તેની પ્રેમિકાએ ધમકી આપી, માર મારતાં પરિણીતાએ ફીનાઇલ પી લીધું

– ભક્તિનગર પોલીસ મથક બહાર બનેલો બનાવ રાજકોટ : દૂધસાગર રોડ ઉપર ભગવતી સોસાયટીમાં રહેતી અફસાનાબેન ઉર્ફ રૂખસાના મકવાણા (ઉ.વ.૨૮) ભક્તિનગર પોલીસ મથક બહાર હતા ત્યારે તેના પતિ નદીમ ગફારભાઈ મકવાણા અને તેની પ્રેમિકા આસ્તાનાબેન ઇમરાનભાઈ મેતરએ તેને ઢીકાપાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપતા ફીનાઇલ પી લીધું હતું.  […]

દ્વારકાધીશના દર્શને જતી આઠ પદયાત્રી મહિલાઓને ટ્રકચાલકે કચડી, ત્રણ મોત

– જોડીયા તાલુકાના બાલંભા ગામ પાસે ગોજારો અકસ્માત – પાટણના સાંતલપુર તાલુકાના બકુત્રા ગામની 12 મહિલાઓ પગપાળા યાત્રાધામ દ્વારકા જતી હતી, ચાર મહિલાનો બચાવ, ટ્રકચાલક ફરાર જામનગર : જોડિયા તાલુકાના બાલંભા ગામના પાટીયા પાસે એક કાળમુખા ટ્રકના ચાલકે પદયાત્રા કરીને દ્વારકા દર્શનાર્થે જઈ રહેલી પાટણના સાંતલપુર તાલુકાના બકુત્રા ગામની ૧૨ […]

રાજકોટમાં ટ્રક ચાલકનું અપહરણ કરી લૂંટ, આરોપીની ધરપકડ

– ગળે છરી રાખી ‘ચૂપચાપ પૈસા કાઢ નહીતર છરી મારી દઈશ’ એવી ધમકી – ગાંધીધામથી બાબરા કપાસ ભરવા જતી વખતે ગ્રીન લેન્ડ ચોકડી નજીકની ઘટનાઃ ‘કારમાં નુકસાન કર્યું છે, પૈસા આપ’ કહી રૂા. ૧૬ હજારની લૂંટ રાજકોટ : ગાંધીધામ ટ્રાન્સપોર્ટમાંથી બાબરા જીનીંગ મીલમાં માલ ભરવા જતા ટ્રક ચાલક સતેન્દ્ર જીતલ […]

સૌરાષ્ટ્રની 26 નગરપાલિકામાં શાંતિપૂર્ણ 59.21 ટકા મતદાનઃ કાલે ફેંસલો

– નિરૂત્સાહ મતદારોએ 1848 ઉમેદવારોનું ભાવિ વોટિંગ મશીનમાં કેદ કર્યું રાજકોટ : સૌરાષ્ટ્રમાં બે વર્ષથી વિલંબમાં પડેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આખરે સાત વર્ષે યોજાઇ, પણ આજે ખાસ કરીને ૨૬ નગરપાલિકામાં થયેલા મતદાનમાં નિરૂત્સાહી માહોલ જોવા મળ્યો હતો. અગાઉની ચૂંટણીઓ કરતા મતદાન ઘટવાનો સિલસિલો જળવાઇ રહેવા સાથે સવારે ૭ વાગ્યાથી સાંજે […]

ફાયરિંગ કરનાર ગેંગ છેલ્લા અઠવાડિયાથી રેકી કરતી હતી

– રાજકોટમાં બદલો લેવા યુવાન પર  – ત્રણેય આરોપીઓ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કાર્ટિસ કબ્જે  રાજકોટ : રાજકોટની પેડાં ગેંગના સાગરિત પરીક્ષિત ઉર્ફે પરેશ બડદા (ઉ.વ.૨૪) ઉપર ફાયરિંગ કરી નાસી ગયેલી જંગલેશ્વરની ટોળકીના ત્રણ સભ્યોને એસઓજીએ ઝડપી લીધા હતાં. પોલીસ તપાસમાં આ ટોળકી પરેશને સબક શીખડાવવા માટે […]

આર્થિક ભીંસથી કંટાળી શિક્ષકની ઝેરી દવા પી લઇ આત્મહત્યા

– રતનપર ગામે મંદિરના બગીચામાં પગલું ભર્યું – સામાકાંઠે આવેલી સ્કૂલમાં ફરજ બજાવવાની સાથોસાથ ભાગીદારીમાં બાંધકામનું કામ પણ કરતા હતા રાજકોટ : સાધુ વાસવાણી રોડ પરના પાટીદાર ચોકમાં સિલ્વર આઇકોનમાં રહેતા શિક્ષક રજનીકાંત લાલજીભાઈ કાલરિયા (ઉ.વ.૫૭)એ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. આર્થિક સંકડામણને કારણે આ પગલું ભરી લીધાનું […]

વેલેન્ટાઈન ડેના દિવસે રાજકોટમાં ધો.9ની વિદ્યાર્થિની પર 11માં ધોરણના વિદ્યાર્થીએ કારમાં દુષ્કર્મ આચર્યું

Rajkot Crime News: રાજકોટમાં વેલેન્ટાઈન ડે (14મી ફેબ્રુઆરી)ના દિવસે ધોરણ 11માં ભણતા છાત્રએ ધોરણ 9માં ભણતી તરૂણીનું કારમાં અપહરણ કરી તેના ઉપર દુષ્કર્મ આચર્યાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. જે અંગે ગાંધીગ્રામ પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો દાખલ કરી બે સગીર આરોપીની ધરપકડ કરી હતી. જાણો શું છે સમગ્ર મામલો […]

રાપરમાં 500 ની નોટ આપી ભાજપ મત ખરીદવા નીકળ્યો

– પક્ષપલ્ટા પછી લોકશાહી ઉપર વધુ એક કલંક  – ભાજપના ખેંસ પહેરી પૂર્વ સુધરાઈ સભ્ય રૂ.પાંચસોની નોટના બદલામાં મત માંગતા હોવાનો વિડીયો વાયરલ રાજકોટ : સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યેન કેન પ્રકારેણ સત્તા મેળવવાની ભુખમાં અંધ થઈને તમામ નીતિ-નિયમો, આદર્શોની ધજ્જીયા ઉડાડાઈ રહી છે. જુનાગઢ, જેતપુર સહિતના સ્થળે પક્ષપલ્ટા કરાવીને […]

રાજકોટમાં ગેંગ વોર, યુવાન ઉપર ફાયરિંગ : ત્રણ આરોપી સકંજામાં

– કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે વધુ એક વખત સવાલો ઉઠાવતી ઘટના – મકરસંક્રાંતિએ યુવતીના પ્રશ્ને થયેલી માથાકૂટમાં જંગલેશ્વરની ગેંગે પેંડા ગેંગના સભ્યને પગમાં ગોળી ધરબી દીધી રાજકોટ : રાજકોટમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગયાનો અહેસાસ કરાવતી વધુ એક ઘટના બની છે. ગેંગવોરની આ ઘટનામાં પેંડા ગેંગના સભ્ય ઉપર આજે વહેલી […]

આજે જૂનાગઢ મહાપાલિકા તથા 26 પાલિકાની ચૂંટણીઃ 1848 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો

– નગરપાલિકાઓમાં વહિવટદારના શાસનનો અંતઃ જનપ્રતિનિધિઓની થશે વરણી – જૂનાગઢ મનપાની બાવન બેઠકો માટે 157 ઉમેદવારો જ્યારે 26 પાલિકાની 653 બેઠકો માટે ભાજપના 616, કોંગ્રેસના 555, આપના 265, એઆઈએમઆઈએમના 62 તથા અન્ય 193 મળી કુલ 1691 ઉમેદવારો રાજકોટ : સૌરાષ્ટ્રના ૮ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પૈકી જૂનાગઢ મહાનગરપાલિકા તથા ૨૬ […]